WELCOME TO FRENDZ4M |
Asia's No 1 Mobile Community |
Sat, Feb 8, 2025, 05:10:32 AM
Current System Time: |
Get updates | Share this page | Search |
Telegram | Facebook | Twitter | Instagram | Share on Facebook | Tweet Us | WhatsApp | Telegram |
Gujju Express (ગુજ્જુ એક્સપ્રેસ) - ** ગુજ્જુ ગર્વ | પ્રેરણા। ટૂંકી વાર્તા । ટુચકા । કવિતા ** |
Page: 1 |
![]() PM [51] Rank : VIP Status : Member |
#1 એક નાનકડું બાળક તેના બંને હાથોમાં એક એક સફરજન લઈને ઊભું હતું...... તેના પિતાએ તેને હસતાં કહ્યું, “બેટા, એક સફરજન મને આપ તોય...” બસ ... સાંભળતાજ એ બાળકે એક સફરજનમાં બચકું ભરી લીધું....!!!!!! થોડુંક મમળાયું...!!! તેના પિતા કઇંક બોલી શકે તે પહેલાજ એણે તેના બીજા સફરજનમાં પણ બચકું લઈ લીધું...!!!! તેના નાનકડા બાળકની આ હરકતને જોઈ પિતા તો દંગ જ થઈ ગ્યા, જાણે આઘાત ન લાગ્યો હોય... ચહેરા પરનું સ્માઇલ જાણે અદૃશ્યજ થઈ ગયું હતું. ... બસ ત્યારે........ તેના આ નાનકડા બાળકે ગણતરી ની સેકંડોમાં તેનો નાનકડો હાથ આગળ વધારતા પિતાને કહ્યું... *“આ લો બાપુ... આવડુઆ વધારે મીઠું છે...!”* ... *કદાચ આપણે ક્યારેક ક્યારેક પૂરી વાત જાણ્યા વગર સમાપન સુધી પહોચી જઈએ છીએ. અને ખોટી ધારણાઓ બાંધી લઈએ છીએ...* .. કોઈએ કેટલું સરસ કહ્યું છે. *“નજરનું ઓપરેશન તો શક્ય છે પણ નજરિયાનું નહીં...!!!!”* ફર્ક માત્ર વિચારસરણી નો હોય છે, નહિતર, એજ સીડીઓ ઉપર પણ જાય છે ને નીચે પણ આવે છે,…----------------- 1 ❤: niravgr8, |
![]() [PM 51] Rank : VIP Status : Member |
#2 શિક્ષક શાળાએથી થાક્યા પાક્યા ઘેર આવ્યા.. થોડા ફ્રેશ થઈ ને જમવા બેઠા. જમતાં જમતાં પત્ની ને કહ્યું કે " આજે જમવામાં ટેસ્ટ નથી, શાક માં કંઈ મજા નથી".? હવે પત્ની ને લાગ્યું ખોટું.મારી રસોઈ ની આટલી જ value.? આમને પાઠ ભણાવવા પત્ની એ સીધો કોર્પોરેશન ઓફિસ માં કૉલ કર્યો કે મારા પતિની તબિયત બરાબર નથી,એમને જમવામાં ટેસ્ટ નથી આવતો.?? Ambulance આવી અને શિક્ષક ને સીધા જ covid hospital ma quarantine Kari દીધા. ??પત્ની એ બદલો લઈ લીધો ને ખુશ ખુશાલ.?? પણ મજા તો હવે આવી...પતિ ટેલેન્ટેડ હતા. એમ થોડું છોડી દે. એને જ્યારે પૂછયું કે આ બે દિવસ કોના કોના સંપર્ક માં આવ્યા હતા. ???પતિ એ પતાવી નાખ્યું??.,"પત્ની સાથે સાસરી માં ગયો હતો.મારા સાસુ,સસરા, સાલો,એની પત્ની,મારી બે સાળી,એમના પતિ, બધાએ ભેગા થઈ બહુ જલ્સા કર્યા".?? ??બધા જ hospital ભેગા. પત્ની પસ્તાય છે કે કાશ શાક માં જોડે થોડું અથાણું ને સંભારો દીધો હોત??? એટલે કહ્યું છે કે શિક્ષક સાથે બહુ મગજમારી નહિ કરવાની. કાયદા નું ભાન કરાવી દે???? ✍?----------------- 1 ❤: niravgr8, |
![]() [PM 51] Rank : VIP Status : Member |
#3 એક એક પછી એક કુકરી એવી જ રીતે ચાલતો કે ગામને આભું બનવું જ પડતું . હવે, ઘણાંએ સંબંધ સુધારવા માંડ્યા કારણ કે ડોકટરનું કામ પડે ને ? એટલે અમુક તો કેમ છો “ભવાનકાકા” એમ પણ કહેવા માંડ્યા!! પ્રસંગ પતાવ્યો. ધામધૂમથી પતાવ્યો. અઠવાડિયું ભવાન અને વસન રહ્યા વહુ પાસે!! સંગીતા એકદમ મોડર્ન અને વસન સાવ દેશી તોય એને તકલીફ ના પડી પણ ભવાનને એનો સ્વભાવ નડ્યો. બહાર હોટેલમાં જમવા જાય અને બિલ આવે એટલે ભવાન બોલે “આ ચારહજારનું બિલ આ ચાર જણાનું ? આ ના પોસાય, આની કરતાં ઘરે બનાવીને ખવાય. તમે તો બંને ડોકટર. બહારનું ખાવાની દર્દીને ના પાડો છો અને તમે બહારનું ખાવ એ કેવું ખરાબ” “ઘરમાં એક ટીવી તો છે પછી રૂમે રૂમે શું કામ ટીવી”? “આ પીઝા અને ઢોસા કરતાં બાજરાના રોટલાં સારા. દેશી ખોરાક ઈ દેશી ખોરાક.. સારો” શરૂઆતમાં કોઈએ ધ્યાનમાં ના લીધું પછી એક દિવસ કિશોરે કીધું કે “બાપુજી તમારે મૂંગા રહેવાનું. જે થાય ઈ જોવાનું, હવે ઈ જમાના ગયાં, તમે જે રીતે જીવતાં એ રીતે હવે કોઈ ના જીવી શકે” “પણ હું એમ કહું છું પૈસા બગાડો નહિ, ભેગા કરો. જરૂર હોય ત્યાં વાપરો એની ના નહિ પણ વેડફો નહિ, આતો પૈસા પણ બગડે અને શરીર પણ બગડે” ભવાને કીધું પણ કિશોર તો મોબાઈલ પર વાતોમાં હતો. પછી તો ભવાન એકાદ મહીનો સુરત હોય અને એકાદ મહિનો ગામડામાં. પણ પછી તો ગામડામાં જ રહી ગયાં. ખેતી આપી દીધી હતી ભાગીયાને અને હવે કર રહ્યા નહોતા. વસન અને ભવાન ઘરે જ હોય. કિશોરે ઘરે એસી મુકાવેલું, એક ગાડી લઇ દીધેલી પણ વાપરે કોણ ? પેટ્રોલ બળે ને!! ? ઉનાળામાં ઘડીક એસી શરુ કરે ને પછી બંધ. તે આખો દિવસ અને રાત ઠંડક રહે એવું ગણિત હતું ભવાનનું!! એક મોટું ટીવી અને ડીશ પણ ગોઠવી દીધેલ!! પણ તોય એ શરુ ના કરે કારણકે પાવર બળેને!!? આમને આમ જીવન પસાર થાય છે અને એમાં ભવાન પડ્યો બીમાર!! તાવ આવ્યો ને ચાર દિવસ સુધી દવાખાને ના ગયો અને આ વખતે તાવ ઘરી ગયો મગજ સુધી, તે, રાતોરાત છોકરો આવ્યો. લઇ ગયાં સુરત અને વસનને ખીજાણો પણ ખરો. “બા તમે અમને શું કામ ભૂંડા લગાડો છો? મને પહેલાં વાત કરી હોત તો, હું તરત આવી જાતને?, હું કાઈ પારકો છું? અને અહી રહો એ તમને નથી ગમતું અને મારા બાપાને બોલ્યાં સિવાય ચાલે નહિ અને છેક રામાવતારનું કાઢે કે આમ હતું ને તેમ હતું, આમ હોય ને તેમ હોય”. કિશોરે ભવાનને પોતાની હોસ્પીટલમાં દાખલ કર્યો. તાવ મગજમાં ઘુસી ગયો હતો. રીપોર્ટ કરાવ્યા, આખા શરીરનું ચેક અપ કરી નાખ્યું. સાંજે રીપોર્ટ આવવાના હતાં. પાંચ વાગ્યા ને ભવાનભાઈએ આંખો ખોલી. દીકરો બોલ્યો. “જુઓ પાપા હવે હું હાથ જોડું છું. કાઈ બોલવાનું નથી અને આહી જ રહેવાનું છે નહીતર હું અને સંગીતા ત્યાં આવી જઈએ. બાકી હવે ખોરાક લેવાનો છે આખી જિંદગી સારી વસ્તુ નથી ખાધી અને હવે શરીર સાવ ટળી ગયું છે, એ જમીન છે ને ત્યાં ભાગીયો વાવશે બાકી તમારે ક્યાંય જવાનું નથી” ભવાન બોલ્યો.. “ઠીક છે પણ હવે મને નથી લાગતું કે હું વધારે જીવું અને આમેય મારું બોર્ડ હવે પૂરું થાવામાં છે “ આવી વાત થતી હતી ત્યાં જ રીપોર્ટ લઈને નર્સ આવી. આખા શરીરના ફોટા અને તમામ રીપોર્ટસ હતાં. એક ફોટો જોઈને સંગીતા ચોંકી ગઈ. એ રાડ પાડીને બોલી. “કિશોર આ જુઓ તો“.. કિશોરે એક્ષરે જોયો અને બોલ્યો. “ બાપુજી તમારે એક જ કિડની છે?? એક કિડની તો અગાઉ કાઢી લીધેલ છે. કોણે કાઢી લીધી તમને ખબર છે”??? આમ કેમ ? “ હા બેટા, તારે પૈસા ઘટતા તા ને, ઈ વખતે મેં છાપામાં વાંચેલ કે કિડની જોઈએ છે અને હું અમદાવાદ ગયો કિડની વેચીને ચાર લાખ લાવેલ, તારી માને મેં વાત નથી કરી અને વાત શું કામ કરવાની!!?? દીકરા માટે માંબાપ કિડની તો શું આખે આખા વેચાય જાય!! તું બાપ થઈશ ને એટલે ખબર પડશે બેટા!! ઈ વખતે મેં બધું જ ભેગું કર્યું હતું એ કાઢ્યું તોય ઘટતા હતાં પૈસા!! પછી તો આજ ઉપાય હતો!! આ તો વળી ફોટા પાડ્યાને તને ખબર પડી બાકી હું નોતો કહેવાનો!! એટલે જ હું કહું છું કે પૈસા ભેગા કરજો. ક્યારેક કામ લાગે” ભવાન કરમશી બોલતો હતો !! અને વસન, કિશોર અને સંગીતા સંભાળતા હતાં. કિશોરના હાથમાંથી રીપોર્ટસ પડી ગયાં હતાં, આજ બાપને એને એક વખત “ભીંડી” કહ્યો હતો. અને એ સાંજે ભવાન અવસાન પામ્યો. કોઈ પણ કષ્ટ કે સેવા ચાકરી કરાવ્યા વગર અવસાન પામ્યો. ભીની આંખે સહુ એની સ્મશાન યાત્રામાં જોડાયા. અને આ બાજુ ગામમાં ખબર પડી કે ભવાન ભીંડી સુરત ગુજરી ગયો છે. ગામે જ્યારે એ જાણ્યું કે છોકરાને ભણાવવા માટે ભડના દીકરાએ કિડની વેચી હતી પણ કોઈની પાસે માંગ્યું નહોતું અને કોઈને કીધું પણ નહિ ત્યારે ગામ છેલ્લી વાર આભું બની ગયું હતું!!! આ વખતે ગામ આભું તો હતું જ પણ આખા ગામની આંખમાં આંસુ પણ હતાં. અને વગર કીધે આખા ગામે સ્નાન કર્યું હતું. ઘણી વખત *માંબાપની મહાનતા આપણને ત્યારે ખબર પડે છે કે જયારે બહુજ મોડું થઇ ગયું હોય છે :- અજ્ઞાત |
irshad9998![]() [PM 95] Rank : Junkie Status : Member |
#4 Nice |
![]() [PM 51] Rank : VIP Status : Member |
#5 ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી એ અમારી કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે...!! અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે.. સ્લેટ ચાટવાથી ક્યાંક વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય...!! અને ભણવાનો તણાવ ?? પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવી ને તણાવમુક્ત થઈ જતા હતા..!! અને હા ... ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..!! અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ .. અમારું આગવું કૌશલ્ય હતું અને ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંન્નર મનાતું હતું...!! અને .. જ્યારે જ્યારે નવા ધોરણમાં આવતા ત્યારે ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો ... અને માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી પરંતુ .. અમારું ભણતર એ તેમના ઉપર એક આર્થિક તણાવ ઉભો કરવા વાળો બોજ હતો...!! વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા...!! અને અમારા દોસ્તો પણ કેવા મજાના હતા. જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા અને કેટલીયે મંઝિલો ખેડી હશે. એ અમને યાદ નથી ... પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે...!! એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા.. કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા.. છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું અને પાછા બીજા દિવસે ત્યાં જઈ ગોઠવાઈ જતા... નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારેય શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે .. તે વખતે ક્યારેય અમારો "ઇગો" હર્ટ નહોતો થતો. કારણ કે ... અમને ખબર જ નહોતી કે ઇગો કઈ બલાનું નામ છે.? માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો...!! અને મારવાવાળો અને માર ખાવા વાળો.. બંને ખુશ થતા હતા કારણ કે .. એક ને એમ હતું કે ઓછો માર ખાધો .. અને બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો..!! આમ બંને ખુશ...!! અમે ક્યારેય અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે ... અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.. કારણકે ... અમને આઇલવયુ બોલતા જ નોતુ આવડતું...!! આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે. તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી...!! એ સત્ય છે કે... અમે દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ .. અમોને સચ્ચાઈ અને હકીકતો એ પાળ્યા હતા..અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા.!! અમને ક્યારેય કપડાં / ઇસ્ત્રી બચાવવા માટે સંબંધની ઔપચારીકતા ક્યારેય નથી સમજી..!!સબંધો સાચવવા ની ઔપચારિકતા બાબતોમાં અમે સદાય મૂર્ખ જ રહી ગયા...!! અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે . નહીતો ... અમે જે જીવન જીવીને આવ્યા છીએ .... તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી...!! અમે સારા હતા કે ખરાબ... એ ખબર નથી પણ... અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું...!! |
![]() [PM 51] Rank : VIP Status : Member |
#6 એમ.બી.બી.એસમાં એડમિશન મળ્યું ત્યારે એવી ફીલિંગ આવેલી, જાણે જગતની મહાસત્તા બનવા જઈ રહ્યા છીએ. એ સમયે ‘યુ કેન હીલ યોરસેલ્ફ’ના કન્સેપ્ટને હું હસી કાઢતો. જો માણસ પોતે જ પોતાની જાતને સાજો કરી શકતો હોય, તો મારી જરૂર જ શું છે ? એ વાત મારા વામણા અને ઘમંડી મગજને રીયલાઈઝ થતા બહુ વાર લાગી. જ્ઞાનનો એ સૌથી ભયાનક તબક્કો હોય છે જ્યારે ‘બિલીફ સીસ્ટમ’ મજબૂત અને ઘમંડ નક્કર બનતો જાય છે. કૂવામાં થોડું પાણી આવવાથી તે પોતાની જાતને સમંદર સમજવા લાગે, તો સમજવું કે કૂવાનું અંધારું હવે કાયમી રહેશે. જ્ઞાન (Knowledge) અને પ્રજ્ઞા (Wisdom) માં તફાવત છે. જ્ઞાન બરડ બનાવે છે અને પ્રજ્ઞા મૃદુ. આ બંને વચ્ચે એટલો જ તફાવત રહેલો છે, જેટલો શિક્ષણ અને કેળવણી વચ્ચે. શિક્ષણ Rigidity બક્ષે છે અને કેળવણી Flexibility. If you are not open to any other possibility, science or ideology that means you have reached to the dead-end of knowledge. વાત કરવી છે એક મહિલાની જેઓ Lymphoma નામના કેન્સરથી પીડાઈ રહ્યા હતા. તેમના કેન્સરનું નિદાન ૨૦૦૨માં થયેલું. ૨૦૦૬માં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં તેઓ ૩૦ કલાક સુધી કોમામાં રહ્યા. તબીબોએ તેમના સ્વજનોને કહી દીધેલું કે હવે કોઈપણ ક્ષણે તેઓ મૃત્યુ પામી શકે છે. તેમના અંતિમ દર્શન માટે સગા-વહાલાઓને પણ બોલાવી લેવાયા. પરંતુ કોઈક ચમત્કાર થયો અને તેઓ પાછા આવ્યા. અને એટલું જ નહીં, ફક્ત ચાર દિવસમાં તેમનું ટ્યુમર ૭૦ % જેટલું Shrink થયું અને તે પછીના પાંચ અઠવાડિયામાં તેમને કેન્સર-મુક્ત જાહેર કરાયા. આ પ્રસિદ્ધ મહિલાનું નામ છે અનિતા મૂર્જાની. આ ચમત્કાર શું હતો ? એ જાણવા માટે તમારે એમનું પુસ્તક ‘Dying to be me’ વાંચવું પડશે. પણ બેભાનાવસ્થા દરમિયાન અનિતાએ રીયલાઈઝ કરેલા કેટલાક તથ્યો તેમણે પોતાના પુસ્તકમાં લખ્યા છે. પુસ્તક ‘Dying to be me’ ૨૦૧૨માં પબ્લીશ થયેલું અને રીલીઝ થયાના ફક્ત બે અઠવાડિયામાં એ ‘ધ ન્યુ યોર્ક ટાઈમ્સ’ના બેસ્ટ-સેલર લીસ્ટમાં હતું. આ પુસ્તકમાં અનિતાએ લખ્યું છે કે હું કેન્સરને પરાસ્ત કરી શકી કારણકે મને એ સમજાઈ ગયું કે મને કેન્સર શું કામ થયેલું ? મેં મારી અંદર ઘણું બધું ‘Suppress’ કરીને રાખેલું. હું આજીવન અન્યને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહેલી. મેં મારી પોતાની જાતને ક્યારેય વ્યક્ત જ ન થવા દીધી. હું જ્યારથી સમજણી થઈ, ત્યારથી મને કેન્સરનો ડર લાગતો. કારણકે કેન્સરના કારણે મેં મારા સ્વજનો ગુમાવેલા. મને સતત ભય રહેતો કે મને કેન્સર તો નહીં થાય ને ? હું ક્યારેય નિર્ભયતાથી મારી જિંદગી જીવી જ ન શકી. અને છેવટે મેં મારી જિંદગીમાં એ જ Attract કર્યું, જેનો મને ડર હતો. જેના વિશે હું સતત વિચારતી રહેતી. હું ક્યારેય મારી જાતને પ્રેમ નહોતી કરી શકી. કોમા દરમિયાન આ બધી વાતો મને બહુ સ્પષ્ટતાથી સમજાઈ ગઈ. અને મેં નક્કી કર્યું કે ‘આઈ વિલ હીલ માયસેલ્ફ’. તબીબી વિજ્ઞાન ભણેલી કોઈપણ વ્યક્તિને આ અનુભવ, હકીકત કે પુસ્તક ‘વાહિયાત’ લાગી શકે. પણ આ લેખ મેં તબીબો માટે નહીં, દર્દીઓ માટે મુક્યો છે. એલોપેથીની દરેક ટેક્સ્ટ બુકમાં કેન્સરના કારણોમાંનું એક કારણ ‘Idiopathic’ હોય છે. ‘Idiopathic’ એટલે ‘reason not known’ અથવા તો ‘of spontaneous origin’. અને કેન્સર થવાના આ કારણમાં અસંખ્ય શક્યતાઓ રહેલી છે. જે વાત અનિતાએ પોતાના પુસ્તકમાં લખી છે, એ જ વાતો અત્યાર સુધી જગતની અનેક ફિલોસોફીઝ કહેતી આવી છે. Suppression leads to disease. આપણી મોટાભાગની તકલીફો અને બીમારીઓનું મૂળ કારણ આપણા વિચારોમાં રહેલું હોય છે. જે ક્ષણે આપણે વિચાર બદલીએ છીએ, એ જ ક્ષણે આપણી અંદરનું વાતાવરણ બદલાવાની શરૂઆત થઈ જતી હોય છે. આપણા શરીરની અંદર રહેલો દરેક કોષ આપણા વિચારોના પ્રભાવમાં હોય છે. આપણું શરીર આપણા દરેક વિચારને રીએક્ટ કરતું હોય છે. Our body follows our mind. અમે તબીબો બીમારીઓના જે કારણને ‘Idiopathic’ કહીએ છીએ, શક્ય છે કે એ કારણ આપણા વાઈબ્ઝ અને વિચારો હોય. અલ્ટરનેટીવ સાયન્સ, અમૂક ફિલોસોફીકલ માન્યતાઓ કે અનિતાની વાતોમાં જો થોડું પણ તથ્ય હોય, તો એ શક્યતા આપણા બધા માટે કેટલી બધી Liberating સાબિત થશે ? Yes, we can heal our own selves. અને એ પ્રક્રિયામાં જે મદદ કરે, એને તબીબ કહેવાય છે. એક સુપર-સ્પેશીયલીસ્ટ કન્સલ્ટન્ટ હોવા છતાં પણ હું એવું જ કહીશ કે હું દરેક દર્દીની ‘સેલ્ફ-હિલીંગ’ પ્રક્રિયામાં મદદ કરવાનું અને તેને વેગ આપવાનું કામ કરું છું. એ જ કારણ છે કે એક જ દવાની બે અલગ અલગ દર્દીઓમાં બે અલગ અલગ અસરો થાય છે. એક જ પ્રોસીજરનું પરિણામ બે ભિન્ન વ્યક્તિઓમાં સાવ ભિન્ન આવે છે. It all depends on how you react to your disease. અમે તબીબો જેને ‘તાસીર’ કહેતા આવ્યા છીએ, એ બીજું કશું જ નથી પણ દર્દીની ‘સેલ્ફ-હિલીંગ’ ક્ષમતા છે. મગજ સૌથી ઉપરના ભાગમાં એટલે જ આવેલું હોય છે કારણકે એ બાકીના શરીરને લીડ કરે છે. મન જ્યાં લઈ જાય, ત્યાં શરીર દોરવાય છે. મનને ક્યાં લઈ જવું, એ આપણા હાથમાં છે. આપણે જે વસ્તુને એટેન્શન આપશું, એ વૃદ્ધિ પામશે. What we focus on, grows. અનિતાની વાત પરથી હું એટલું જ કહીશ કે નિર્ભય બનીને જીવો. કશું જ સપ્રેસ ન કરો. વ્યક્ત કરતા રહો, વ્યક્ત થતા રહો. સાંભળવા વાળું કોઈ ન મળે, તો વિચારોને કોરા કાગળ પર લખી નાખો. પણ નેગેટીવ હોય એવું કશું જ અંદર ન રહેવા દો. નિરાશા, ઈર્ષા, નફરત આ બધા નેગેટીવ ઈમોશન્સ છે. તમાકુની જેમ આ નેગેટીવ ઈમોશન્સની લાંબાગાળે ‘cumulative effect’ થાય છે. એ ન થવા દો. આપણે બધા કુદરતના હસ્તાક્ષર વાળી બ્રમ્હાંડ દ્વારા લિખિત ઓરીજીનલ કોપી છીએ. જાતને પ્રેમ નહીં કરવાનું કોઈ સબળ કારણ આપણી પાસે નથી. So, let’s love our own selves. થોડા ઘણા બેક્ટેરિયા, કેટલાક વાયરસ, થોડું પોલ્યુશન, થોડું રેડિએશન અને કેટલાક વારસાગત રોગો સિવાયની બીમારીઓ માટે આપણને કોઈને ડૉક્ટરને પૂછવાનો અધિકાર જ નથી કે ‘આ શેને કારણે થયું હશે ?’. અને માની લઈએ કે થયું પરંતુ એવું પૂછવાનો તો બિલકુલ અધિકાર નથી કે ‘આ મટી તો જશે ને ?’. એ જાત પ્રત્યે હોય, ડૉક્ટર પ્રત્યે કે સારવાર પ્રત્યે. શંકા હંમેશા જીવલેણ હોય છે અને શ્રદ્ધા જીવદાયી. -ડૉ. નિમિત્ત ઓઝા |
![]() [PM 51] Rank : VIP Status : Member |
#7 *ઢસરડા ઓછા કરો અને વિચારો...* એક ગાડીમાં ડિઝલ ખુટી ગયું એટલે ત્રણ કી.મી. ધક્કા મારી મારીને બધાં પેટ્રોલ પંપ પહોંચ્યાં... વડીલ : સાંભળ, ટાંકી ફુલ કરાવી લેજે અને ડેકીમાં એક કેન પડ્યો હશે એ પણ ભરાવી જ લેજે... યુવાન : પણ એ કેન તો ફુલ ભરેલો છે... વડીલ : તો ધક્કા કેમ મરાવ્યા...???_ એને વાપરી નંખાય ને...!!_ યુવાન : અરે, એ તો ઇમરજન્સી માટે રાખ્યો છે ને...!!! મિત્રો... રોજિંદા જીવન દરમ્યાન આપણે પણ આવું જ કરીએ છીએ...!!! કમાવા પાછળની દોટ... ભેગું કરવાનો શોખ અથવા ઘેલછા... ખરાબ સમયે કામ આવશે એવી ધારણાઓ માટે... એટલાં બધા ઢસેડા કરીએ છીએ કે... જીવનની સાચી રાઇડ માણી જ શકતાં નથી... માટે જ મિત્રો... આનંદથી જીવી લો... મોજ કરો... જીવન જીવી જાણો... ફરી પાછો મહામુલો મનુષ્ય અવતાર... મળે કે ન પણ મળે... !!_ *નિરાતે વિચારી જોજો.... જીવનની જીવવાની જડીબુટી* ? શું આપણે બિલ્ડરો અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, કેટરર્સ અને ડેકોરેટર્સને પૈસા ચૂકવવા માટે જ કમાઇ રહ્યા છીએ? ? આપણા અતિ મોંઘા ઘર, સારું ફર્નિચર અને ખર્ચાળ લગ્નોથી આપણે કોને પ્રભાવિત કરવા માગીએ છીએ? ? શા માટે આપણે આપણા જીવનના અતિ મહત્વના વર્ષોમાં કૂતરાની જેમ કામ કરીએ છીએ? ? આપણે કેટલી પેઢીઓને ખવડાવવા માંગીએ છીએ? ? આપણામાંના દરેકને બે બાળકો છે. ઘણાને એક જ બાળક હોય છે. ? "જરૂરિયાત" કેટલી છે અને આપણને ખરેખર "જોઈએ" છે કેટલું ? એના વિશે વિચારો. ? શું આપણી આવનારી પેઢી કમાવવા માટે અસમર્થ હશે, જેથી આપણે તેમના માટે ખૂબ બચત કરીશું ? ? શું આપણે મિત્રો, કુટુંબ અને સ્વયં માટે અઠવાડિયામાં એક દિવસ કાઢી શકતા નથી ?? ? શું તમે તમારી માસિક આવકનો માત્ર 5% હિસ્સો પણ તમારા આત્માના આનંદ માટે ખર્ચ કરો છો? સામાન્ય રીતે ... ના. ? આપણે કમાવા સાથે આનંદ કેમ કરી શકતા નથી? ? તમારા હૃદયમાં કોલેસ્ટરોલ બ્લોક્સ કે મણકાની ગાદી ખસી જાય તે પહેલાં આનંદ કરવા માટે સમય ફાળવો. ? આપણી પાસે સંપત્તિ નથી, અમારી પાસે દસ્તાવેજો પર માત્ર ટેમ્પરરી નામ છે. ભગવાન કટાક્ષરૂપે હસે છે, જ્યારે કોઈ કહે છે, "હું આ જમીનનો માલિક છું" !! ? શ્રીમંત બનવું ખરાબ નથી, પરંતુ માત્ર ખૂબ ધનવાન હોવું જ અયોગ્ય છે. ? ચાલો, જીવી લઈયે, જીવન પૂરું થાય એ પહેલા... ? એક દિવસ, આપણે બધા એકબીજાથી અલગ થઈશું; દિવસો, મહિનાઓ, વર્ષો વીતી જશે, એક દિવસ આપણા બાળકો આપણા ચિત્રો જોશે અને પૂછશે 'આ લોકો કોણ છે?' અને અમે અદ્રશ્ય આંસુઓથી હસીશું કારણ કે હૃદયને જોરદાર શબ્દથી સ્પર્શ કરવામાં આવે છે અને તમે કહો છો: 'તે મારા જીવન સાથેનો શ્રેષ્ઠ દિવસો હતા’ *આ તમારા બધા મિત્રોને મોકલો જે તમે ક્યારેય ભૂલશો નહી* આને તે લોકોને મોકલો જેમણે તમને કોઈપણ રીતે સ્મિત આપ્યું છે. *મારા જીવનમાં થોડો સમય મને સ્મિત સાથે ફાળવવા બદલ.. Thank you..* ??----------------- 1 ❤: niravgr8, |
![]() [PM 51] Rank : VIP Status : Member |
#8 *એક બેન રાત્રે રસોડામાં પાણી પીવા ગયા...ને રસોડામાં એક ચુડેલ જોઈ ગભરાઈ ગયા...* *અને બેન ને જોરદાર તાવ આવી ગયો....* *સવારે પતિ ડોક્ટર ને લઇ આવ્યો...* *ડોક્ટરે ચેક કરી ને ગોળી આપી ને ....જતા જતા પતિ ને કહેતો ગયો....* *" રસોડા માંથી અરીસો કઢાવી નાખજો "* |
![]() [PM 51] Rank : VIP Status : Member |
#9 *સંબંધો ત્યારે જ સચવાતા હોય છે* *જ્યારે......* એક વ્યક્તિ *ગુસ્સામાં* હોય, અને, બીજી વ્યક્તિ એને *મજાક* સમજીને જતું કરે..... |
![]() [PM 51] Rank : VIP Status : Member |
#10 *મન નું મન માં રાખતા નહીં, તક મળે ત્યાં બોલી દેજો,* *ઘુંચ બનવા ની રાહ ના જોતા, ગાંઠ મળે ત્યાં ખોલી લેજો...* |
![]() [PM 51] Rank : VIP Status : Member |
#11 એક ઈડલી વાળો હતો. જયારે પણ ઈડલી ખાવા જાઓ ત્યારે એમ લાગતું કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ઈડલી ની પ્લેટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહિ. એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ. નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની ફિલોસોફી જોઈએ. મેં એક સવાલ પૂછ્યો. મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી? અને એના જવાબ એ મારા મગજ ના તમામ જાળા સાફ કરી નાખ્યા. એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે. એક ચાવી તમારી પાસે હોય છે અને એક મેનેજર પાસે. તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ. જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી તાળું ખુલી શકે નહિ. તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર ભગવાન. તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય. આ કર્મ અને ભાગ્યનું સુંદર અર્થઘટન છે. |
![]() [PM 51] Rank : VIP Status : Member |
#12 તરસને ઝાંઝવાના એક અણસારે નજર લાગી વિરહને ચાંદનીના સોળ શણગારે નજર લાગી અમારી નાવડીની કમનસીબી શું કહું તમને બચી મઝધારથી તો છેક ઓવારે નજર લાગી. |
![]() [PM 51] Rank : VIP Status : Member |
#13 બકુડો : પાપા કાલે ટીચરે kulfi માંગી છે પાપા : પણ બેટા પહોંચતા સુધીમાં તો પીગળી જશે, હું કાલે ટીચરના ધરે આપી આવીશ, નજીક જ તો રહે છે બીજે દિવસે પાપા ટીચરના ઘરે kulfi લઇને પહોંચી ગયા, લો ટીચર kulfi ટીચર : પણ આ શેના માટે ? પાપા : તમે ગઇકાલે મારા દિકરા પાસે મંગાવી હતી ને એટલે ટીચર : તમને ખબર છે ને કે તમારો દિકરો બોબડુ બોલે છે, મેં school fee મંગાવી હતી, kulfi નહીં |
Login |
Page: 1 |
Home | Top | Official Blog | Tools | Contact | Sitemap | Feed |
Page generated in 0.35 microseconds |